ભરત હુણ - જામનગર

દિવાળી એ હિંદુઓ માટે સૌથી મોટો તહેવાર છે. દિવાળી હિંદુ, જૈન, બૌદ્ધ અને અમુક વિસ્તારોમાં શીખો પણ ઉજવે છે. દિવાળી માટે કહેવાય છે કે અંધકાર માંથી ઉજાસ તરફ લઇ જતો દિવસ ભગવાનશ્રી રામ 14 વર્ષ વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફર્યા એ ખુશીમાં લોકોએ દીવળાઓથી જગમગાવી, નવા કપડાં પહેરી, એક - બીજા સાથે મીઠાઈઓ વહેંચીને ભગવાન રામના આગમનને વધાવ્યું હતું. ત્યારથી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને ઇતિહાસ એવુ પણ કહે છે કે શરૂઆતમાં અયોધ્યામાં દિવાળી ફક્ત 2 વર્ષ જઃ ઉજવાઇ હતી. તો 16મી સદીના મધ્યમાં મુગલ શાસનમાં દિવાળી અને હોળીના તહેવારો ઉજવવા પર પ્રતિબંધ લદાયો હતો.


દિવાળી પર લોકો મંદિરો, ઘરો, દુકાનો કે ઓફિસ પર સાફ સફાઈ કરી, દીવળાઓથી જગમગાવે છે, મીઠાઈઓ વહેંચીને એક બીજા સાથે ખુશીઓ વહેંચે છે. દિવાળી એ ભારત અને હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે.