જામનગર મોર્નિંગ - જામનગર :  ગઇ તા .૧૩ / ૧૦ / ૨૦૨૦ ના રોજ ફરીયાદીશ્રી કરણદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે . જામનગર વાળાઓ ખીમરાણાગામે આવેલ ખીમેશ્વર મહાદેવના મંદિરે પુજા અર્ચના કરવા ગયેલ હોય તે વખતે પોતાનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મંદિરમાં પથ્થર ઉપર રાખેલ હોય જે મોબાઇલ ફોન કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં અજાણયા ચોર ઇસમ વિરૂધ્ધમાં ફરીયાદ લખાવેલ હતી . જે ગુનો વણશોધાયેલ હતો . જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા . આ દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમી હકિકત આધારે મજકુર બહેન પ્રભાબેન રામજીભાઇ ચોહાણ રહે . ખીમરાણાગામ તા.જી.જામનગર વાળીના કબ્જા માંથી ચોરીમાં ગયેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૭૩,૯૦૦ / - નો પો.હેડ કોન્સ . ભગીરથસિંહ સરવૈયાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર બહેનને પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે .