સડોદરના યુવાનને મોટીવાવડી ગામના બે શખ્સોએ માર માર્યો  

જામનગર મોર્નિંગ - જામનગર


કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામેથી જામજોધપુરના સડોદર ગામના વતનીએ ભેંસ ખરીદી હોય અને ભેંસ દોવા ન દહેતા પાછી મુકવા ગયેલ હોય અને બીજી ભેંસ અથવા પૈસા પાછા આપવાનું કહેતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાલાવડ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે રહેતા લાલાભાઇ જીવાભાઈ સાડમીયાએ જામજોધપુરના સડોદર ગામે રહેતા અશોકભાઈ ઉર્ફે બુલેટ ચોવટીયાને રૂ. 50,000માં ભેંસ વહેંચી હતી બાદમાં ભેંસ સરખી દોવા ન દેતા ભેંસ પાછી મુકવા ગયેલ હોય અને પોતાના પૈસા પરત આપવા અથવા બીજી ભેંસ આપવાનું કહેતા લાલાભાઈ અને સંજયભાઈ સાડમિયાએ ઉશ્કેરાઈ જઈ અશોકભાઈને જેમ તેમ ભુંડી ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડી વડે માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા અશોકભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.