જામનગર મોર્નિંગ - જામનગર (પત્રકાર: હર્ષલ ખંધેડીયા)જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે ખેત મજૂરી કરતા ખેડૂતનું ચાર વર્ષના માસુમ બાળકનું રમતા રમતા કુવામાં પડી જતા મૃત્યુ નિપજતા પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 


મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરતા ગણપતભાઈ ડામોરનો ચાર વર્ષનો પુત્ર મિલન રમતા રમતા અચાનક કુવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, જયારે પરીવારમાં કરુણ કલ્પાંત છવાઈ ગયો હતો જયારે ખેડૂત દ્વારા ફાયર બ્રીગેડના અશ્વિનભાઈ પાટડીયા, રવીભાઈ, ભાવેશભાઈ, જિજ્ઞેશભાઈ અને સંજયભાઈ દ્વારા રેસ્ક્યુ કરી બાળકનું મૃતદેહ બહાર કાઢ્યું હતું.