• જલપરી નામની બોટ માછીમારનો મૃતદેહ તથા અન્ય એક ઘાયલને લઈને ઓખા પરત પહોંચી.


 જામનગર મોર્નિંગ - મીઠાપુર તા.7 : ઓગસ્ટ સપ્ટેમ્બર થી માછીમારી સીઝન શરૂ થાય છે અને હજારોની સંખ્યામાં જ્યારે સમુદ્રમાં માછીમારી બોટો માછીમારી કરી રહ્યું હોય છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા યેનકેન પ્રકારે આઈ એમ બી એલ ની નજીક ભારતીય માછીમારી બોટના અપહરણ, માછીમારો ઉપર ફાયરિંગ, માછીમારો સહિત બોટને પકડી જવી અને માછીમારો પર અત્યાચાર કરવા જેવી બાબતો સામાન્ય બનતી જાય છે. 26 ઓકટોબર ના રોજ જલપરી નામની બોટ માછીમારી કરવા માટે સમુદ્રમાં ગઈ હતી. આઈ. એમ. બી. એલ પાસે ભારતીય માછીમારી બોટ જલપરી નામની બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાની મરીન એજન્સી ની બોટ આવીને ભારતીય માછીમારી બોટ પર અંધાધૂંધ ગોળીબાર કરેલ જેમાં શ્રીધર નામના એક માછીમાર નુ મૃત્યુ થયું હતું અને અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો. અફરા તફરીનાં માહોલ માં જલપરી ના અન્ય ખલાસીઓ માછીમારી બોટ લઈને ઓખા પરત ફર્યા સતા.બોટમાં રહેલા વૃત માછીમારનાં બોડીને ઓખા મરીન પોલીસે હસ્તગત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ અને ઘાયલ માછીમારની પ્રાથમિક સારવાર કર્યા બાદ માછીમારી બોટ પર કેવી રીતે હુમલો થયો અને અન્ય વિગતો પોલીસ લઈ રહી છે. ઓખા પરત ફરેલી માછીમાર બોટ ના ખલાસીઓ પાસેથી ઓખા મરીન પોલીસ ઉપરાંત ભારતીય એજન્સીઓ પુછપરછ કરી રહી છે.


તસવીર : બુધાભા ભાટી - મીઠાપુર