• સાડા ત્રણ લાખ કિંમતના 34 ગ્રામ મેફેડ્રોન પાવડર આરોપીના ઘરમાંથી મળી આવ્યો


જામનગર મોર્નિંગ - જામનગર તા.12 : ગુજરાત અને હાલાર નશીલા પદાર્થ ડ્રગ્સના વેચાણ અને સપ્લાય માટે હબ બની રહ્યું હોય એમ દરરોજ નવું નવું પ્રકરણ સામે આવી રહ્યું છે ખંભાળીયાથી મોટી માત્રામાં ઝડપાયેલ ડ્રગ્સની હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે ત્યાં જ જામનગરમાંથી મેફેડ્રોન પાવડરનામના કેફી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો યુવક ચેલાથી ઝડપાયો.


જામનગર એસ. ઓ. જી.ના પોલીસ હેડ કોન્સ દીનેશભાઇ રામજીભાઇ સાગઠીયાને ખાનગી બાતમી હક્કિત મળેલ કે ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા રહે , ચેલા ગામ તા.જી. જામનગર વાળો તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કેફી માદક પદાર્થનું છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા મજકુર ઇસમના રહેણાંક મકાનેથી ગે.કા. મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૩,૫૦,૨૦૦ / - સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ પંચ બી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાયો છે.