સલાયામાં કસ્ટમ ઓફિસના સામેના બંગલા માંથી જ 315 કરોડનું ડ્રગ્સ ઝડપાતા : કસ્ટમ ઓફિસ અને આરોપીઓના સબંધની પણ ઊંડાઈ પૂર્વક તપાસ થવી જોઈએ.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.13 : ખંભાળીયાના સલાયાથી 315 કરોડના 63 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયા બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણ લઇ આવ્યું અને કોને આપવાના હતા એ દિશામાં પોલીસ ખુબ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે.


આરાધના ધામ નજીકથી ડ્રગ્સ લઈને મહારાષ્ટ્ર તરફ જતો સજ્જાદ સિકંદર ઘોશી ઝડપાયો તેણે સલાયાથી ડ્રગ્સ મેળવ્યાનું કબૂલતા સલાયાથી ડ્રગ્સ આપનાર સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારાને પોલીસએ ઝડપી પાડ્યા અને કોર્ટમાં રજૂ કરતાં ત્રણેય આરોપીના નવ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા જેમાં આગવી ઢબે પૂછપરછ કરતા આ ડ્રગ્સ તેમણે પાકિસ્તાનથી મંગાવ્યું હોવાનું કબૂલાત કરતાં અને સલાયાથી પાકિસ્તાની સુધી દરિયાઈ રસ્તે માછીમારી બોટમાં ડ્રગ્સ લેવા જનાર સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા બંન્ને ભાઈઓને પણ પોલીએ ગઈકાલે ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરતા તેમના પણ સાત દિવસના રીમાન્ડ મંજુર થયા છે.


ખંભાળીયાના સલાયા ગામના 315 કરોડના આ ડ્રગ્સ કાંડના પાંચેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર છે આ રીમાન્ડ દરમિયાન હજુ કેટલાક ચોકાવનારા ખુલ્લાસા થાય તેવી શક્યતા છે. અને તપાસ કરનાર પોલીસની એક ટીમ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. જયારે આ ડ્રગ્સ પણ સલાયા કસ્ટમ ઓફિસની સામેના બંગલામાંથી જ ઝડપાયું હોવાનું જાણવા મળતાં એ સબંધોની પણ ઊંડાઈ પૂર્વક તપાસ થશે.