સ્પેન ના વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત લેતા સાંસદઃ 

જામનગર મોર્નિંગ - જામનગર 


વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતર રાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન ' ઈન્ટર પાર્લીયામેન્ટરી યુનીયનની (આઈ.પી.યુ.)'' ની સ્થાપના ૧૩૨ વર્ષ પહેલા સને ૧૮૮૯ માં થયેલ, આ સંસ્થાનાં મુળભૂત ઉદેશો લોકશાહી શાસન પ્રણાલીને ઉતેજન આપવુ, એકબીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરૂષ-સ્ત્રીને સમાનતા, યુવાઓને રાજકરણમાં પ્રોત્સાહન, દુનીયાના તમામ રાષ્ટ્રોનો સમુચિત વિકાસ થાય તે રહેલ છે.


આઈ.પી.યુ.ની મેડ્રીડ સ્પેન ખાતે યોજાયેલ ૧૪૩ મી કોન્ફરન્સમાં ભારતીય સંસદીય ડેલીગેશનમાં ગયેલ સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ વુમન પાર્લામેન્ટીઅન્સ ફોરમમાં સમગ્ર વિશ્વમાં બાળકોના ઓનલાઈન જાતીય શોષણ અંગેના આઈ.પી.યુ.ના ઠરાવના મુસદા ઉપર મહીલાઓના પરિપ્રેક્યથથી વિસ્તૃત ચર્ચા કરી મંતવ્યો રજુ કરેલ. ભારતના વિકાસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી ના અસરકારક અને સકારાત્મક પગલાઓ અંગે જ્ઞાત કરાવેલ.


આઈ.પી.યુ.બ્યુરો ઓફ વુમનના સભ્ય તરીકે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ મીટીંગમાં ઉપસ્થિત રહી બ્યુરોની ભવિષ્યની એક્ટીવીટી શુ હોવી જોઈએ તે અંગેના તેમના મંતવ્યો રજુ કરેલ. તેમજ '' જેન્ડર રીસ્પોન્સીવ કાયદો બનાવવા માટેની વ્યહુરચના'' બાબતે ની પેનલ ચર્ચામાં ભાગ લઈ ચર્ચા કરેલ અને મંતવ્યો રજુ કરેલ.


આઈ.પી.યુ. ની કોન્ફરન્સ દરમ્યાન સ્પેનના વડાપ્રધાનશ્રી પેડ્દો સાન્ચેઝ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ છે. આઈ.પી.યુ. અંતર્ગતનાં ૭ માં '' બ્રીકસ'' પાર્લામેન્ટરી ફોરમને ભારતીય સંસદીય ડલીગેશન સાથે ઉદબોધન કરેલ. આ ફોરમમાં બ્રાઝીલ, રશીયા, ઈન્ડીયા અને સાઉથ આફ્કા દેશના સંસદીય મંડળના પ્રતિનિધીઓ ઉપસ્થિત હતા જયારે ચીનના પ્રતિનિધી વર્ચ્યુલ માઘ્યમથી જોડાયેલ હતા.

જામનગર સાંસદ પૂનમબેન માડમએ વેશ્વીક સ્તર પર ભારતનું પ્રતિનિધીત્વ કરવાની તક આપવા બદલ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી તથા લોકસભા સ્પીકરશ્રી ઓમ બિરલાજીનો આભાર વ્યકત કરેલ છે.