જામનગર મોર્નિંગ - જામનગર 

દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તથા લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી - 2022માં ધોરણ -10માં અભ્યાસ કરતા જામનગર જિલ્લાના કોઈપણ સ્કૂલના અને કોઈપણ માધ્યમના વિધાર્થીઓ માટે "સર્જીકલ સન્ડે ફોર સક્સેસ"  નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વિધાર્થી વિના મૂલ્ય પ્રવેશ મેળવી છે. 

તા. 02-01-2022 થી 30-01-2022 સુધી દર રવિવારે બપોરે 3 થી 5 દરમ્યાન બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા કોઈપણ વિધાર્થીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના અઘરા વિષયાંગોનું પુનરાવર્તન આ સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. 

જેમાં પરીક્ષામાં ગણિત-વિજ્ઞાનમાં મહત્તમ માર્કસ મેળવવા માટે imp મુદ્દાઓનું રીવીઝન તથા શોર્ટકટ ટ્રીક્સ આપવામાં આવશે તેમજ વર્ષ દરમ્યાન ગણિત-વિજ્ઞાન વિષયને લગતા ડાઉટ અને ડિફીકલ્ટીનું સોલ્યુશન કરાવવામાં આવશે અને પેપર કેવી રીતે લખવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે. 

વિધાર્થીઓ તથા વાલીઓને મુંજવતા પ્રશ્નોનું તથા ધો. 10 પછી પ્રવાહ પસંદગી બાબત "કેરીયર ગુરુ" હર્ષદ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિધાર્થીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ, હેલ્થ મેનેજમેન્ટ તથા સાયકોલોજીકલ સપોર્ટ કેવી રીતે આપવા તેવા અદભુત તથા આવશ્યક વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. 

આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોક ભટ્ટ, મેનેજિંગ ડાયરેક્ટર ઉષ્મિતાબેન ભટ્ટ તથા યુવા ટ્રસ્ટી ભટ્ટ વિધાર્થીઓને આવનાર બોર્ડ એક્ઝામ માટે શુભેચ્છા પાઠવતા હર્ષની લાગણી અનુભવે છે. આમ આ કારણથી જ "માત્ર વિધાર્થીઓમાં જ નહીં પરંતુ વાલી મંડળમાં પણ વર્ષોથી લોકપ્રીય સંસ્થા એટલે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ."