બે વેઈટર વિરુધ્ધ શકના આધારે ફરિયાદ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ અંબર ટોકીઝ પાસે આવેલ એક પીઝા રેસ્ટોરંટમાંથી કેસ કાઉન્ટરમાં રાખેલ રૂ. 3.07 લાખની ચોરી થઈ જતા માલિકે હોટલના બે વેઈટર વિરુધ્ધ શકદાર તરીકે નામ લખાવી સીટી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તે દિશામાં તપાસ આગળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં અંબર ટોકીઝ પાસે આવેલ નિયો સ્કેવર કોમ્પ્લેક્ષમાં આવેલ વિલીયમ જોન્સ પીઝામાંથી કેશ કાઉન્ટર તોડી તેમાં રાખેલ રૂ. 3,07,000ની ચોરી થયેલ હોય ત્યારે રેસ્ટોરંટ માલિક નિલેશભાઈ હર્ષવર્દન વારીયાએ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તેને હોટલમાં વેઈટર તરીકે કામ કરતા સુમીતકુમાર મંડલ અને અરવિંદ મંડલ નામના શખ્સો વિરુધ્ધ શકદાર તરીકે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડીવીઝન પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.