જામનગર મોર્નિંગ - જામનગર
આ કેસની હકીકત એવી છે કે, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ એચ લાલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજ્જાના પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો તથા ટોચના કલાકારો સાથે ઘરોબો છે તેમના એક એવા જે કેવા હિન્દી ફિલ્મ જગતના મોટા પ્રોડ્યુસર, ડાયરેક્ટર તથા લેખક એવા અનિલ શર્માને ફિલ્મ નિર્માણ માટે મોટી રકમની જરૂરત પડતા અનિલ શર્માએ અશોકભાઈ લાલને જણાવતા અશોકભાઈ લાલએ સંબંધના દવે અનિલ શર્મા ને મોટી રકમ હાથ ઉછીની આપેલ અને જે રકમ પરત ચૂકવવા અનિલ શર્માએ અશોકભાઈ લાલને ચેકો આપેલા હતા. જે રકમની અનેકવાર ઉઘરાણી કરવા છતાં અનિલ શર્મા યેનકેન પ્રકારે ખોટા બહાના કાઢી સંબંધનો ઉપયોગ કરી હાથ ઉછીની આપવામાં આવેલ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરતો હતો જેથી હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલા ચેકો પૈકી અશોકભાઈ લાલે રૂ. 10,00,000ના ત્રણ ચેકો પોતાની બેંકમાં ડિપોઝીટ કરાવતા ત્રણેય ચેકો અધર્સ ઈનઓપરેટીવ એકાઉન્ટના સેરા સાથે પરત ફરેલ જેથી અશોકભાઈ એચ લાલે પોતાના એડવોકેટ પિયુષ વી. ભોજાણી હસ્તક અનિલ શર્મા ને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક રિટર્નની નોટિસ પાઠવેલ જે નોટિસ બજી જવા છતાં પણ અનિલ શર્મા દ્વારા કોઈ રકમની પરત ચુકવણી કરવામાં આવેલ નહિ. જેથી ના છૂટકે અશોકભાઈ એચ. લાલે જામનગરની કોર્ટમાં અનિલ શર્મા વિરૂધ્ધ ઘી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
જે ચેક રિટર્નના કેસોમાં અશોકભાઈ લાલ વતી ભોજાણી એસોસિયેટ્સના યુવા ધારાસભ્ય પિયુષ વી. ભોજાણી, ભાવિન વી. ભોજાણી, કિશોર ડી. ભટ્ટ, ભાવિન જે. રાજદેવ, આદિત્યદાન એસ. ગઢવી, અર્શ વાય. કાસમાણી, સચિન યુ. જોશી, અલ્કા પી. નથવાણી, જાનકી ગાગીયા અને કૈલાશ નંદાણીયા રોકાયેલા છે.

0 Comments
Post a Comment