ધ્રોલમાંથી તેમજ શહેરના ત્રણ સ્થળોએ દરોડા કરી 376 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કબ્જે: બે શખ્સના નામ ખુલતા શોધખોળ: રૂ. 4,96,900ના મુદામાલ સાથે પાંચ શખ્સની ધરપકડ   

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા જ જામનગર એલસીબીએ દારૂના ધંધાર્થીઓ પર સપાટો બોલાવી પાંચ શખ્સને ઝડપી લઈ જયારે બે શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 323 નંગ બોટલ તેમજ કાર, મોબાઈલ ફોન કુલ મળી રૂ. 4.35 લાખનો મુદામાલ કબ્જે કરી તેમજ શહેરમાં આવેલ અંધાશ્રમ આવાસ કોલોની, ગોકુલનગર અને હવાઈચોક વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની 53 નંગ બોટલ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 61 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસેથી જામનગર એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને હરદીપભાઈ ધાધલને મળેલ બાતમીના આધારે એક સ્વીફ્ટ કાર રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 323 નંગ બોટલ કિંમત રૂ. 1,29,000 તેમજ મોબાઈલ ફોન નંગ 3 અને સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. 4,35,200ના મુદામાલ સાથે પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટીયારા અને પ્રફુલ ઉર્ફે પાગો ખજુરીયાભાઈ ભદ્રા નામના બે શખ્સને ઝડપી લઈ પાયલોટીંગ કરનાર મનોજભાઈ (રહે. લાકડીયા કચ્છ) અને વિમલભાઈ ઉર્ફે ડોડાળો સીંધી (રહે. ભોયવાડો, જામનગર) નામના બંને શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગર શહેરમાં આવેલ અંધાશ્રમ આવાસ કોલોની પાસેથી એલસીબીના યશપાલસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાએ બાતમીના આધારે એક્ટીવા રોકાવી તલાસી લેતા ઈંગ્લીશ દારૂની 27 નંગ બોટલ કિંમત રૂ. 10,800 તેમજ મોબાઈલ ફોન અને એક્ટીવા સહિત રૂ. 46,300નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ જામનગર શહેરમાં આવેલ ગોકુલનગર શેરી નંબર 4માં રહેતો કેયુર ઉર્ફે કેલો ગીરીશભાઈ ડોબરીયા નામના શખ્સને એલસીબીના દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે આરોપી શખ્સના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 11 નંગ બોટલ કિંમત રૂ. 4400 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 9400નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત જામનગર શહેરમાં આવેલ હવાઈચોક, ભાનુશાળી વાડમાં રહેતો અજય ઉર્ફે લાલો ભરતભાઈ કનખરા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 15 નંગ બોટલ કિંમત રૂ. 6000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી એલસીબી પીઆઈ એસ.એસ. નીનામા પીએસઆઈ આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહીલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.