રૂ. 8.17 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરાઈ 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર-જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટી માટે મંગાવવામાં આવેલ દારૂના વિશાળ જથ્થાનો જામનગર સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી જયારે જિલ્લાના તમાચણ ગામેથી 396 નંગ બોટલ તેમજ 68 નંગ બિયર સાથે ફોન, કાર સહિત રૂ. 6.75 લાખનો મુદામાલ કબ્જે કરી શેઠવડાળા પોલીસે 256 નંગ બોટલ તેમજ 10 નંગ બિયર મળી રૂ. 1.29 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે સીટી બી ડીવીઝન પોલીસે 21 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ સીટી એ ડીવીઝન પોલીસે 5 નંગ દારૂની બોટલ કબ્જે કરી ચારેય દરોડામાં ત્રણ શખ્સને ઝડપી લઈ ત્રણ શખ્સના નામ ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે બુટલેગરો દ્વારા દારૂનો વિશાળ જથ્થો જામનગર શહેર-જિલ્લામાં ઘુસાડવામાં આવ્યો હોય ત્યારે જામનગર શહેરની પોલીસે રંગમાં ભંગ પાડી અનેક જગ્યાએથી દારૂનો વિશાળ જથ્થો છેલ્લા ત્રણ દિવસની અંદર ઝડપી લઈ દારૂના ધંધાર્થીઓ પર જાણે તવાઈ બોલાવી હોય તેમ કેટલા બુટલેગરોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જયારે જામનગર તાલુકાના તમાચણ ગામેથી માંડવરાયના મંદિર પાસે રહેતા ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમારના મકાનના ફળિયામાં પડેલ કારમાંથી ઈંગ્લીશ દારૂની 396 નંગ બોટલ કિંમત રૂ. 1,58,400 તેમજ 68 નંગ બિયર કિંમત રૂ. 6800 અને બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 10,000 ઉપરાંત જીજે 10 ડીઈ 7234 નંબરની કાર કિમત રૂ. 5,00,000 કુલ મળી રૂ. 6,75,200નો મુદામાલ જામનગર એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને સંજયસિંહ વાળાએ બાતમીના આધારે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા સપ્લાયર દિપક પરમાર (રહે. રાજસ્થાન) નામના શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી એલસીબી પીઆઈ એસ.એસ. નીનામા પીએસઆઈ આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહીલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.    

જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં આવેલ દરબાર ગઢ મોટી ડેલીમાં કિશોરસિંહ જાડેજાના પડતર મકાનમાંથી શેઠવડાળા પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 256 નંગ બોટલ કિંમત રૂ. 1,28,000 તેમજ 10 નંગ બિયર કિંમત રૂ. 1000 કુલ મળી રૂ. 1,29,000નો મુદામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો જીતેન્દ્રસિંહ જયેન્દ્રસિહ જાડેજા નામના શખ્સનો હોવાનું ખુલતા હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

જામનગર શહેરમાં આવેલ શરૂ સેક્શન રોડ પર એમપી શાહ ઉધોનગર, રામનગર વિસ્તારમાં વિપુલ કેટરર્સની સામેથી ઈન્દ્રસિંહ ઉર્ફે શંકરસિંહ ઉમેદસિંહ જાડેજા નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 21 નંગ બોટલ કિંમત રૂ. 10,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

જામનગર શહેરમાં આવેલ શાકમાર્કેટ ભોયના ઢાળીયા પાસે રહેતો મિતેષ ઉર્ફે લખન જેરામભાઈ દાઉદીયા નામના રહેણાંક મકાને સીટી એ ડીવીઝનના મહાવીરસિંહ જાડેજાએ બાતમીના આધારે દરોડો કરી 5 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 2500નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા સંજય ઉર્ફે વિકી સાઢુ કારાભાઈ આસુન્દ્રા નામના શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.