જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં એક શખ્સને વર્લી મટકાનો જુગાર રમતા એલસીબીએ ઝડપી લઈ મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં સહકાર પાર્ક, લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતો સંજયભારથી રામણીકભારથી ગૌસ્વામી નામના શખ્સને વર્લી મટકાનો જુગાર રમતા એલસીબીના માંડણભાઈ વસરાએ બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 13,555 રોકડ તેમજ મોબાઈલ ફોન તેમજ વર્લીમટકાના સાહિત્ય કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નીનામા, પીએસઆઈ આર.બી. ગોજીયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના માંડણભાઈ વસરા, ફિરોજભાઈ દલ, ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા, રઘુવીરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, હિરેનભાઈ વરણવા, યોગરાજસિંહ રાણા, ખીમભાઈ ભોચીયા, અશોકભાઈ સોલંકી, હિતુભા ઝાલા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.