પૌત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસ જામનગર ખાતે ઉજવાશે  

જામનગર મોર્નિંગ - જામનગર 


ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પૌત્ર પૃથ્વિનો પ્રથમ જન્મ દિવસ જામનગરમાં ઉજવવાના છે. જામનગરમાં જાણીતી સેલિબ્રિટીઓની હાજરીમાં પૃથ્વિના પ્રથમ જન્મ દિવસની ઉજવણી થવાની છે. ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાજરી આપવા સેલિબ્રિટીઓ જામનગર પહોંચી રહી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહિર ખાન પરિવાર સાથે પહોંચ્યા છે.


મુકેશ અંબાણી પૌત્રનો જન્મ દિવસ જામનગરમાં મનાવવાના છે. જાણીતી સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બનવાના હોય એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી રહી છે. સેલિબ્રિટીઓ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પૌત્ર પૃથ્વિના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મ દિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે.


મુકેશ અંબાણીના પૌત્રના જન્મ દિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા બ્રાહ્મણો પૃથ્વિ અંબાણીને આશિર્વાદ આપવાના છે.

પુત્ર પૃથ્વિના જન્મદિવસ માટે શ્લોકા અંબાણીએ નેધરલેન્ડથી રમકડાં મગાવ્યા છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં મહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે ઇટાલી અને થાઇલેન્ડથી ઇન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જ્યાં આ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે ફાર્મ હાઉસની આસપાસના ગ્રામજનોને ભોજન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.