જામનગર મોર્નિંગ - જામનગર તા.11 : ૧૫ વર્ષ પહેલા જામજોધપુર ના ગોપ પાસે હાઇવે રોડ ઉપર આવતા - જતા વાહનોને આંતરી લુંટ ને અંજામ આપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધાર ને સુરેન્દ્રનગર ના વડાલી ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રનનાઓની તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એસ.એસ. નિનામા નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા , લખધીરસિંહ જાડેજા ને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૫૦ / ૨૦૦૬ , ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૪૨,૩૩૨ વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી મગન નાનસિંગ રહે - બડલીપાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળો હાલ ચોટીલા તાલુકામાં વડાલી ગામે હાજર છે જે બાતમી હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને વડાલી ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે . આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર સહીતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.