જામનગર મોર્નિંગ - જામનગર તા.18 : જામનગર સહીત ગુજરાત અને દેશ ભરમાં પ્રતિદિન જીવન જરૂરી વસ્તુઓમાં વધતા જતા ભાવોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોંઘવારી રોજ નવી ઊંચાઈઓ આંબી રહી છે. સામાન્ય અને ગરીબ પરિવારો બે ટંકના અન્ન માટે માંડ બે છેડા ભેગા કરી રહ્યા છે છતાં પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવાની દિશામાં યોગ્ય કાર્યવાહી કરતી નથી.

સાથે જ ગુજરાતમાં 2-3 વર્ષથી મોટા ભાગની સરકારી નોકરીની ભરતી માટેના પેપર પરીક્ષાર્થીઓ પાસે પહોંચે એ પહેલા ફૂટી જાય છે જેથી મળતીયાઓ નોકરીઓમાં લાગી જાય છે. આ બધી બાબતો તાકીદે બંધ થવી જોઈએ. મોંઘવારી અને પેપર ફૂટવાની ઘટનાની વિરોધમાં જામનગર કોંગ્રેસ દ્વારા લીમડા લાઈન કાર્યાલય થી ડી. કે. વી. સર્કલ સુધી વિશાળ પદયાત્રા યોજી હતી સુત્રોચાર કર્યા હતા.