રૂ. 86,000નો મુદામાલ ઝડપાયો: એક ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના નારાણપર ગામની સીમમાંથી જુગાર રમતા ચાર શખ્સને એલસીબી દ્વારા ઝડપી લઈ રોકડ તેમજ બે નંગ મોટરસાઈકલ સહિત રૂ. 86,000ના મુદામાલ સાથે ઝડપી લઈ એક શખ્સ નાસી જતા તેને ફરાર જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર તાલુકાના નારાણપર ગામની સીમમાં જયેશભાઈ ભાનુશાળીની વાડીના શેઢે ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા હોય તેવી બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને યશપાલસિંહ જાડેજાને મળતા રેઈડ કરતા ત્યાંથી જયેશભાઈ ભુપતભાઈ ચાંદ્રા (રહે. નારણપરગામ), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતીયો નરેન્દ્રભાઈ નાખવા (રહે. કિશનચોક), દીપકભાઈ વસંતભાઈ નંદા (રહે. પવનચક્કી) અને ભાવેશભાઈ ધીરુભાઈ ગંઢા (રહે. લાવડીયા ગામ) નામના ચાર શખ્સને રોકડ રકમ 36,000 તેમજ બે નંગ મોટરસાઈકલ કિંમત રૂ. 50,000 કુલ મળી રૂ. 86,000નો મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે જયેશ દિનેશભાઈ ગંઢા (રહે. જામનગર) નામનો શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નીનામા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજીયા, કે.કે. ગોહીલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.