જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર નજીકના દિગ્જામ વુલન મીલ પાસે એક ભંગારના વાડામાં કોઈ કારણથી આગ લાગી હતી ત્યારબાદ માલીકે ફાયરમાં જાણ કરતા ફાયર બ્રિગેડના કાફલાએ આગ કાબૂમાં લીધી હતી તે દરમ્યાન પ્લાસ્ટીકના ભંગાર, લાકડા તથા પૂંઠાનો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતો.


મળતી વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા મહાકાળી મંદિર નજીકના જય માતાજી સ્ક્રેપ નામના ભંગારના વાડાના ખુલ્લા પ્લોટમાં કોઈ કારણે આગ લાગી હતી ત્યારબાદ આ વાડાના માલિક વિપુલ રમેશભાઈ રાઠોડે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને તે દરમ્યાન આગે તે વાડામાં પડેલા પ્લાસ્ટીક અને લાકડાંના ભંગાર ઉપરાંત પૂંઠાના જથ્થો સળગીને ખાખ થઇ ગયો હતો, એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આગના કારણે થયેલી નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.