"રેસોનન્સ સ્ટડી સેન્ટર જામનગરના વિધાર્થીએ જામનગરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાળ્યું" 

'ગુરુ દ્રોણ મળે તો અર્જુન થવાય' સૂત્ર સાબિત થયું

જામનગર મોર્નિંગ - જામનગર 


તાજેતરમાં દુબઈમાં યોજાયેલ 18મી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલમ્પીયાડમાં જામનગરના રેસોનન્સ સ્ટડી સેન્ટરના વિધાર્થી રાજદીપ મિશ્રાએ દુબઈ ખાતે ગોલ્ડ મેડલ મેળવી નગરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. 

રેસોનન્સ કોટા રાજસ્થાનની એજ્યુવેન્ચર કં. ની છે જેની બ્રાંન્ચ દેશમાં દરેક શહેરમાં છે જામનગર સેન્ટરના વિધાર્થી અને નગરની એરફોર્સ સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતા રાજદીપ છેલ્લા ત્રણ વર્ષથી રેસોનન્સ સેન્ટરમાં વિવિધ કોમ્પીટીટીવ એક્ઝામની તૈયારીઓ કરી કઠીનમાં કઠીન કસોટીઓ ક્રેક કરવામાં મહારથ મેળવી રહ્યો છે. રાજદીપના પિતા એરફોર્સમાં ફરજ બજાવે છે ત્યારે રાજદીપ મુંબઈ આઈ.આઈ.ટી. માં કોમ્યુટર સાયસન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 


જામનગરનું આ સ્ટડી સેન્ટર મયુર કોમ્પ્લેક્સ ત્રીજા માળે, ખોડીયાર કોલોની, જામનગર ખાતે આવેલ છે, ઉલ્લેખનીય છે કે સાયન્સ ઓલમ્પીયાડમાં એમ.સી.ક્યુ. થિયરી અને પ્રેક્ટીકલ ત્રણેય પ્રકારની પરીક્ષાઓમાં ઉતીર્ણ થવા આકરો પરિશ્રમ કરવો પડે છે. રાજદીપ છેલ્લા દોઢ વર્ષથી સાયન્સ ઓલમ્પીયાડ માટે રેસોનન્સ સેન્ટરમાં ખાસ તૈયારી કરતો હતો. 

ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલમ્પીયાડમાંવિશ્વભરમાંથી ધો. 8 થી 12ના 600 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી રાજદીપે "ગુરુ દ્રોણ મળે તો અર્જુન થવાય" સૂત્રને સાર્થક કરી રેસોનન્સ સેન્ટરમાં ઉત્તમ શિક્ષણનો ઋણ સ્વીકાર કર્યો હતો. 

સ્ટડીસેન્ટર સંપર્ક સૂત્ર: 94623 38255, 88665 39393