જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા - દ્વારકા રોડ પર આંબલીયા ચોકડી ચરકલા નજીક આજે સાંજે 05:30 કલાકની આસપાસ બે મોટર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળતી વિગત મુજબ અમદાવાદનો પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરતો એ વેળાએ આ ગંભીર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજતા આ પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
અકસ્માતના આ બનાવમાં રોનક વિજયભાઈ રાજપૂત, પૂજા રોનક રાજપૂત, મધુબેન વિજય રાજપૂત અને ભૂમિબેન ચૌધરી આ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે તેમજ એક બાળક ઈજાગ્રસ્ત થતા 108 મારફત દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવા આવ્યું છે. આ દુઃખદ બનાવથી હાઇવે પર લોકોના ટોળાં એકત્રિત થયા હતા.