બે ફરાર: કાર સહિતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર જામનગર શહેર-જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂના દરોડા કરી સ્થાનિક પોલીસે પાંચ શખ્સોને પોલીસે મુદામાલ સાથે ઝડપી લઈ બે ના નામ ખુલતા ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ દરેડ પ્રણામી ટાઉનશીપ શેરી નં. 2માં રહેતા રાજેશ કરમશી પરમાર (ઉ.વ.40)ના રહેણાંક મકાને પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ કિંમત રૂ. 2500ના મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા લાલવાડી આઠમાળીયા આવાસમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાણાનું નામ આપતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગરના સાધના કોલોની પાછળ વૃંદાવન સોસાયટી શેરી નં. 3, પ્લોટ નં. 116/ડીમાં રહેતા કીશન જયંતીલાલ ભંડેરીને એકટીવામાં ઇંગ્લીશ દારૂના ચપટા લઈને ખોડીયાર કોલોનીમાંથી નીકળતા પોલીસે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા સત્યમ કોલોનીમાં રહેતા કલ્પેશ રૂપારેલનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

ઉપરાંત જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ-58 બાળકોના સ્મશાન પાસે રહેતો મથુરદાસ મંગલદાસ માવને ઇંગ્લીશ દારૂની એક બોટલ કિંમત રૂ. 500ના મુદામાલ સાથે પંચેશ્વર ટાવર પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ જામજોધપુરના બુટાવદરમાં રહેતા વિજયસિંહ રેવતુભા ઝાલાને ઈંગ્લીશ દારૂની અડધી બોટલ સાથે ગામમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અને મેઘપર ગામમાં રહેતા કુલદીપસિંહ મહિપતસિંહ કંચવાને કાર નં. જીજે10સીએમ-8978માં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે નીકળતા ખોડીયાર કોલોની રોડ પરથી પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.