બુલડેક્સ ફ્યુચર્સમાં 48 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 131 પોઈન્ટની મૂવમેન્ટઃ કપાસ, કોટન, રબર, સીપીઓના વાયદામાં વૃદ્ધિ

જામનગર મોર્નિંગ - મુંબઈઃ 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 93,172 સોદાઓમાં કુલ રૂ.7,748.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 48 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 131 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 33,740 સોદાઓમાં કુલ રૂ.2,093.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,268ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,340 અને નીચામાં રૂ.48,179 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.48,203ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.38,559 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4,789ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,273 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,489 અને નીચામાં રૂ.62,210 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 વધી રૂ.62,245 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.68 વધી રૂ.62,525 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.65 વધી રૂ.62,528 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,488 સોદાઓમાં રૂ.2,385.76 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.225.75 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.289ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.747.10 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.9 વધી રૂ.1,562.20 તેમ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.191ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,210 સોદાઓમાં કુલ રૂ.1,588.33 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,526 અને નીચામાં રૂ.5,455 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.35 વધી રૂ.5,503 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.40 ઘટી રૂ.293.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,892 સોદાઓમાં રૂ.202.05 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,856.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1856.00 અને નીચામાં રૂ.1850.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29.00 વધી રૂ.1,853.00 બોલાઈ રહ્યો હતો. સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,750 અને નીચામાં રૂ.16,500 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.188 વધી રૂ.16,570ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,071.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1073.20 અને નીચામાં રૂ.1069.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.40 વધી રૂ.1069.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.976.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 વધી રૂ.32,330 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,057 સોદાઓમાં રૂ.1,124.61 કરોડનાં 2,331.166 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 25,683 સોદાઓમાં કુલ રૂ.969.34 કરોડનાં 155.136 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.332.23 કરોડનાં 14,695 ટન, જસતના વાયદાઓમાં રૂ.428.04 કરોડનાં 14,765 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.958.22 કરોડનાં 12,812.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.533.43 કરોડનાં 3,417.000 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.133.84 કરોડનાં 7,035 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,571 સોદાઓમાં રૂ.734.90 કરોડનાં 13,37,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,639 સોદાઓમાં રૂ.853.43 કરોડનાં 2,91,13,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,429 સોદાઓમાં રૂ.173.74 કરોડનાં 53625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 399 સોદાઓમાં રૂ.17.49 કરોડનાં 177.84 ટન, રબરના વાયદાઓમાં 27 સોદાઓમાં રૂ.0.53 કરોડનાં 32 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 35 સોદાઓમાં રૂ.10.22 કરોડનાં 960 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,824.518 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 584.142 ટન, એલ્યુમિનિયમમાં 22,415 ટન, જસત વાયદામાં 13,070 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,230.000 ટન, નિકલ વાયદામાં 3,939.000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,150 ટન, ક્રૂડ તેલમાં 7,66,700 બેરલ અને નેચરલ ગેસમાં 1,24,95,000 એમએમબીટીયૂ તેમ કપાસમાં 100 ટન, કોટનમાં 164550 ગાંસડી, મેન્થા તેલમાં 357.48 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 79,600 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,596 સોદાઓમાં રૂ.136.37 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 823 સોદાઓમાં રૂ.64.07 કરોડનાં 903 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 683 સોદાઓમાં રૂ.65.85 કરોડનાં 764 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,576 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 907 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,180ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,199 અને નીચામાં 14,151ના સ્તરને સ્પર્શી, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે કોઈ ફેરફાર વગર 14,156ના સ્તરે રહ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,225ના સ્તરે ખૂલી, 131 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી 17,207ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,246 સોદાઓમાં રૂ.1,342.40 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.142.66 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26.14 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,172.21 કરોડનાં કામકાજ થયાં હતાં.