જામનગર મોર્નિંગ - લાલપુર તા.24 : લાલપુર - પોરબંદર રોડ પર ગોવાણા પાટિયા પહેલા મેકરણ પેટ્રોલ પંપ નજીક ટ્રેકટર અને મોટર સાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા મોટર સાયકલ પર સવાર બંન્ને યુવકોના મૃત્યુ નીપજ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાંજના સાત આસપાસ લાલપુર પોરબંદર રોડ પર ફૂલનું વેચાણ કરતાં બે ઈસમો મોટર સાઇકલ લઈને જતા એ દરમિયાન ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાઇકલ ચાલક તથા સવાર ટ્રેકટર નીચે દબાઈ ગયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેકટર નીચે દબાયેલા વ્યક્તિને કાઢવા માટે જે. સી. બી. મશીનનો સહારો લેવો પડ્યો હતો અકસ્માતમાં મોટર સાઇકલ પર સવાર ફેઝલ અને રેહાન લાલમીયા સૈયદ આ બંન્ને વ્યક્તિના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યા હતા બનાવના પગલે લાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મરણ જનારને હોસ્પિટલ પહોંચાડી પી. એમ.ની કાર્યવાહી હાથ ધરાવી હતી જે બાદ પોલીસ અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરશે.
0 Comments
Post a Comment