આપઘાતનું કારણ અંકબંધ: પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી 

જામનગર મોર્નિંગ - જામનગર   


જામનગર તળાવના પાબારી હોલ સામેના ભાગમાં એક લોહાણા યુવાનની લાશ જોવા મળતા પોલીસ, ફાયર બ્રિગેડ તથા 108માં જાણ કરતા ફાયરના સ્ટાફે યુવાનને બારે કાઢ્યા પછી તેને મૃત જાહેર કર્યો હતો મૃતકનું આધારકાર્ડ મળી આવતા તેનું નામ અને સરનામું મળી આવ્યું હતું, ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. 


મળતી વિગત મુજબ જામનગર તળાવના પાંચ નંબરના ગેઈટ પાસે-પાબારી હોલ સામેના તળાવના ભાગમાં સવારના અગીયારેક વાગ્યે એક લોહાણા યુવાનની લાશ પાણીમાં દેખાતા ફાયરબ્રિગેડ તથા 108ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


ફાયરના જવાનોએ પાણીમાં કુદી જઈ તે યુવાનને બહાર કાઢ્યો હતો. બહાર કાઢવામાં આવેલા યુવાનને ૧૦૮ના સ્ટાફે ચકાસતા તેઓ મૃત્યુ ૫ામેલા જણાઈ આવ્યા હતા. ધસી આવેલી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ૫ીએમ માટે ખસેડયો છે. તે સ્થળેથી મળી આવેલા એક મોટરસાયકલની તલાસી લેવાતા તેમાંથી આ યુવાનનો માનવામાં આવતો ફોટો તેમજ એડ્રેસની ચિઠ્ઠી મળી હતી. ચિઠ્ઠીમાં લખ્યા મુજબ મૃતકનું નામ જયદીપભાઈ અશોકભાઈ કારીયા (ઉ.વ. ૪૫) હોવાનું બહાર આવ્યું છે. તેઓ શહેરના જનતાફાટક વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટી સ્થિત શિવમ્ રેસિડેન્સીમાં ૩૦૫ નંબરના બ્લોકમાં રહેતા હોવાનું પણ ખુલ્યું છે. આ યુવાને કોઈ અકળ કારણથી તળાવમાં ઝંપલાવી આત્મહત્યા વ્હોર્યાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

યુવાન સવારે 11 વાગ્યે એક મોટરસાયકલમાં આવી પાંચ નંબરના ગેઇટ પાસે આવ્યો હતો અને એક  ચિઠ્ઠી અને પોતાનો જૂનો ફોટો રાખી તળાવમાં ઝંપલાવ્યું હતું, આ બનાવ ત્યાં હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડઝે નીહાળ્યુ હતું અને તરત જ દોરડુ લાવી સિક્યુરિટીના માણસોએ તળાવમાં નાખી તે યુવાનને દોરડુ પકડી લેવા સૂચના આપી હતી પરંતુ યુવાને આત્મહત્યાનો દૃઢ નિર્ધાર કર્યો હોય તેમ દોરડુ નહીં પકડતા તેઓ ડૂબવા લાગ્યા હતા અને અંતે સંભવીત રીતે વધુ પડતુ પાણી પી જવાથી તેઓનું મૃત્યુ નિપજયુ હતું.