જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.૧૦ : સાબરકાઠા જીલ્લાના હિમંતનગર ખાતે દલિત મહિલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો છે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્ટેજ પર દલિત મહિલાના પગ ધોઈને સન્માન કરવામાં આવ્યું હતું દરમિયાન ઉપસ્થિત લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધું હતું. એક દલિત પરિવારની મહિલાને રાજ્યના મુખ્યમંત્રી જાહેરમાં સ્ટેજ પર પગધોઈને સન્માન કરે તે વાતમાં લોકો અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે. ગુજરાત સહીત ભારતભરમાં હાલમાં પણ દલિતો સાથે સામાજિક અંતર જળવાઈ છે. આભળછેટ રખાઈ રહી છે. દલિતોને નોકરીમાં રાખવામાં પણ અંતર રખાઈ રહ્યા છે. દલિતો ખુલ્લીને ખાણી - પીણીની હોટેલ કે નાસ્તાની લારી નથી ખોલી શકતા જો ખબર પડે આ દલિતની છે તો અડધાથી વધારે ગ્રાહકો આવવાનું ટાળે છે. આવા સંજોગોમાં પહેલા દલિતોને સામાજિક લેવલે સામાન્ય પ્રવાહ સાથે જોડવાની જરૂર છે. ત્યારે આવી રીતે જાહેરમાં પગ ધોઈને સન્માન કરવાથી કે તાળીઓના ગળગળાટથી દલિતો સાથેનો વ્યવહાર સામાન્ય લોકો બદલી નાખે તેવું માની શકાય નહી. આ કાર્યક્રમ જોતા લાગે છે કે આ દેખાડો છે કે દલિતોનું દિલથી સન્માન !