નવો વેરીયન્ટ ખતરનાક-SOP પાલન છતા થયો કોરોના: જામનગરના ઉદ્યોગપતિ પરીવારમાં ચિંતા: લગ્નપ્રસંગ વખતે જયપુર પેલેસમા ફોરેનર્સ પણ હતા: વધતી આશંકા

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


કોરોના નો નવો વેરીયન્ટ ખુબ જ  ખતરનાક છે?? તેવો પ્રશ્ર્ન ચિંતા સાથે થાય તેવી ઘટના બની છે જેમાં -SOP ના ચુસ્ત  પાલન છતા એકજ પરિવારના ચાર સભ્યો ને કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે જેથી આ જામનગરના ઉદ્યોગપતિ પરીવારમાં સ્નેહી સ્વજનો માટે પણ  ચિંતા ઉભી થઇ છે જે માટે તકેદારીની તાકીદે અપીલ પણ કરાઇ છે. વાત જાણે એમ છે કે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરિદાસ લાલ ( જીતુ લાલ) તેમના સુપુત્ર ના લગ્ન માટે રાજસ્થાન ના સુવિખ્યાત અને જાજરમાન જયપુર પેલેસમા આયોજન કરીને આ પ્રસંગ માટે ગયા હતા ત્યારે સવાલએ ઉભો થયો કે આ પેલેસમા તે વખતે અમુક વિદેશીઓ પણ રોકાયેલા હતા.

દરમ્યાન લગ્નપ્રસંગ સંપન્ન કરી જીતુભાઇ પરિવાર સાથે જામનગર આવ્યા ત્યારે શરદી વગેરે અમુક લક્ષણો લાગતા ટેસ્ટ કરાવતા પરિવારના ચાર સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે. આશ્ર્ચર્યની બાબત એ છે કે જીતુભાઈ લાલના જણાવ્યા પ્રમાણે તેમણે સૌએ SOP નુ ચુસ્ત પાલન કરેલુ તેમ છતા તેઓ જાતે અને તેમના પરિવારના સભ્યોના કોવિડ પોઝીટીવ ના રિપોર્ટ આવ્યા છે.

માટે આ જાણીતા ઉદ્યોગપતિએ લાલ પરીવાર વતી લગ્નપ્રસંગે કે જ્યા માત્ર મર્યાદીત સગા સ્નેહીઓ જ હાજર હતા તેમને સૌ ને કાળજી લઇ ને રિપોર્ટ કરાવવા અને જરૂર હોય તે સારવાર કરાવવા માટે નુ સુચન તાત્કાલીક એક ઓડીયો રીલીઝ કરી ને કર્યુ છે સાથે સાથે સૌને કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત  પાલન નો અનુરોધ કર્યો છે તેમજ આગામી તારીખ ૧૧ ના રોજ અશોકભાઇ લાલ ના બંને સુપુત્રોના લગ્ન નુ આયોજન હતુ તે પણ હાલ મોકુફ રખાયાનુ પણ આ ખાસ ઓડીયોમા જીતુભાઇએ જણાવ્યુ છે.

આ બાબતે વિશ્ર્લેષણ કરીએ તે દરમ્યાન સવાલ એ ન ઉભો થાય છે કે શું નવો વેરીયન્ટ એટલો બધો ખતરનાક છે કે SOP નુ ચુસ્ત પાલન કરવા છતાય ઇન્ફેક્શન લાગે છે??? હા એમીક્રોન પ્રકારનો કોરોના ડેલ્ટા પ્રકાર કરતા દસ થી ચાલીસ ગણી ઝડપે ફેલાય છે પરંતુ જ્યારે તકેદારી લેવાય હોય ઘણા એ તો રસી ના એક ડોઝ કે બંને ડોઝ પણ લઇ લીધા હોય તો પણ આ ખતરનાક પ્રકાર ઝપટમા લે છે તે ખુબ સંવેદનશીલ અને ચિંતાની બાબત છે જો કે તે બાબતે હજુ સંશોધન થઇ રહ્યા છે.

પરંતુ એમીક્રોન હોય  કે ન હોય તે તબીબી  પરીક્ષણ પેથોલોજીકલ ઇન્વેસ્ટીગેશન ની બાબત છે ત્યારે હાલ તો જે અપીલ કરાઇ છે તેને આ પ્રસંગ પુરતી સિમીત ન લઇ ને સમગ્રપણે ઘર થી માંડી બજાર ઓફીસ શાળા દવાખાના બીઝનેસ પ્લેસ વગેરે દરેક સ્થળે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ બંને ફોલો કરવાની સમયની તાતી માંગ તો છે જ.