જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ગોકુલનગર પાસે રહેતા એક યુવાન તથા તેના પિતરાઈ ભાઈ કોર્ટમાં એક તારીખમાં આવેલ હોય ત્યારે કોર્ટના કમ્પાઉન્ડમાં બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

મળતી વિગત મુજબ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સાંઢીયા ૫ુલ નજીકના માધવબાગ-૧માં રહેતા મૂળ લાલપુર તાલકુાના બબરઝર ગામના અશ્વિનભાઈ દેવાણંદભાઈ વસરા તથા તેમના પિતરાઈ ભાઈ બુધવારે જામનગરના લાલબંગલા સર્કલમાં આવેલા ન્યાયાલયમાં એક તારીખની અન્વયે આવ્યા હતા. બન્ને યુવાનો ન્યાયાલયના પટાંગણમાં ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા મસીતિયાના હાજી હમીર ખફી તથા શંકરટેકરીના શિવરાજસિંહ જાડેજા નામના શખ્સોએ અગાઉની અશ્વિનભાઈની ફરીયાદ બાબતનો ખાર રાખી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 504, 506(2), 114 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.