• સદનસીબે આગ કાબુમાં આવી ગઈ નહીતર આજુબાજુમાં ૨૫૦૦-૩૦૦૦ વીઘા જેટલી જમીનોમાં ઘઉં ઉભા હતા એમાં જો આગ પ્રસરી હોત તો તમામ ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ જાત અને બાજુમાં ખેતમજુરો અને પશુપાલકોની વસાહત છે જેમાં મોટી જાનહાનીનો કહેર સર્જાત 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : ખંભાળીયા તાલુકાના ધંધુસર - સોનારડી સીમમાં વાડી વિસ્તારમાં સોનારડી ગામના સરપંચ ભીખુભા જાડેજાની વાડીમાં વીજ પોલમાં તણખા પડતા શોક સર્કીટના કારણે આગ લાગી હતી. જ્યાં ઘઉંના પરા એટલે કપાયેલ ઘઉં હતા ત્યા આગ લાગી હતી સમયસર ફાયર વિભાગ અને સ્થાનિકોના સહકારથી આગ કાબુમાં આવી જતા કોઈ નુકશાન ગયું ના હતું. જેમની વાડીમાં આગ લાગી હતી તેમણે જણાવ્યું હતું કે પી.જી.વી.સી.એલ.નો પોલ અમારી વાડીમાં પસાર થાય છે તે ખુબ જર્જરિત છે પાંચ થી વધુ વખત આ વીજ પોલના મેન્ટેનન્સ બાબતે રજૂઆત કરવા છતાં રીપેઈર કરતા નથી જેથી આજે વીજ પોલના તણખા જરતા આગ લાગી હતી એ તો સદનસીબે આગ કાબુમાં આવી ગઈ નહીતર આજુબાજુમાં ૨૫૦૦-૩૦૦૦ વીઘા જેટલી જમીનોમાં ઘઉં ઉભા હતા એમાં જો આગ પ્રસરી હોત તો તમામ ખેડૂતોનો પાક બળીને ખાખ થઇ જાત અને બાજુમાં ખેતમજુરો અને પશુપાલકોની વસાહત છે જેમાં મોટી જાનહાનીનો કહેર સર્જાત પણ સમય સુચકતા વાપરીને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લેવાઈ ગયો જેથી મોટી જાનહાની ટાળી શકાય છે.