માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા- કેન્દ્ર સરકાર દ્વારા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્કીમ ફોર રેસીડેન્ટલ એજયુકેશન ફોર સ્ટુડન્ટ ઇન હાઇસ્કુલ ઇન ટાર્ગેટ એરીયા (શ્રેષ્ટા) યોજના અમલમાં છે. જે અંતર્ગત ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઇ. માન્ય સંસ્થાઓમાં વિનામુલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવનાર છે. આ યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એન.ટી.એ) દ્વારા નેશનલ ઇન્ટ્રન્સ ટેસ્ટ ફોર શ્રેષ્ટા (એન.ઇ.ટી.એસ.) લેવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ધો.૯ અને ૧૧ માં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એન.ટી.એ) દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ ઓફલાઇન પરીક્ષા યોજવામાં આવશે તેમજ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ તા.૧૪-૦૪-૨૦૨૨ સુધીમાં એન.ટી.એ. પોર્ટલ https://nta.ac.in અથવા https://shreshta.nta.nic.in વેબસાઇટ પર તેમનું રજીસ્ટ્રેશન કરાવાવનું છે. આ યોજનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાત્રતા ધરાવતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને એન.ટી.એ. પોર્ટલ પર તા.૧૪-૦૪-૨૦૨૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
0 Comments
Post a Comment