આગામી 24 ક્લાકમાં તાપમાનમાં બે ડિગ્રી ઘટાડો નોંધાશે
જામનગર મોર્નિંગ - ગુજરાત
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.જેના પગલે ત્રણ દિવસ એટલે કે, 27, 28 અને 29 રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.સાથે જ આગામી 24 કલાક બાદ રાજ્યમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.આ ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પ્રારંભ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદ પડ્યો..એ દરમિયાન ગાંધીનગરમાં પણ વરસાદની તૈયારીને લઈ તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી.જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.આ ઉપરાંત આર્મી, નેવી, એનડીઆરએફ અને હવામાન વિભાગના અધિકારી પણ જોડાયા..હવામાન વિભાગે ચાલુ વર્ષે 15 જૂનથી ચોમાસું બેસવાની અને સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે.. અને ચોમાસા દરમિયાન જાન-માલની કોઈ ખુવારી ન થાય અને પ્રજાને કોઈ તકલીફ ન પડે તે માટે ચર્ચા થઈ આ માટે સિંચાઈ, મહેસૂલ, ગૃહ વિભાગની સાથે જ રાહત કમિશનર પણ આ બેઠકમાં જોડાયા.
આમ ચોમાસા પહેલાંની તૈયારીમાં તંત્ર જોડાઈ ગયું છે અને ખાસ કરીને હવે 15 જૂનથી ચોમાસુ બેસવાની આગાહી છે ત્યારે હવે રાત થોડીને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે આશા રાખીએ કે તૈયારી એવી થાય કે જેનાથી લોકોને ચોમાસામાં હેરાનગતિ ઓછી થાય અને પાણીનો પણ વ્યવસ્થિત સંગ્રહ થાય તો ખેડૂતોને પણ મુશ્કેલી ઓછી થાય.
0 Comments
Post a Comment