બે દરોડામાં બે શખ્સ ઝડપાયા: ચાર ફરાર: મોટરકાર સહિત દોઢલાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલ એપલ ગેઇટ અને ધુવાવમાં આવેલ કોળીવાસમાંથી જામનગર એલસીબીએ બાતમીના આધારે દરોડા કરી 390 લીટર દેશીદારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ નામચીન શખ્સ સહિત ચાર શખ્સને ફરાર જાહેર કરી રૂ. દોઢલાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  


મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલ એપલ ગેઇટ પાસેથી પસાર થતી જીજે 17 એન 2390નંબરની અલ્ટોકાર એલસીબીના કીશોરભાઈ પરમાર અને ધાનાભાઈ મોરીએ બાતમીના આધારે રોકી તલાશી લેતા તેમાંથી 160 લીટર દેશીદારૂ કિંમત રૂ. 3200 તેમજ અલ્ટો કાર અને એક નંગ મોબાઈલ ફોન કુલ મળી રૂ. 1,58,200નો મુદામાલ કબ્જે લઈ નીતેશ મુકેશ ચૌહાણ (રહે. અંધાશ્રમ પાછળ બોમ્બે દવા બજાર જામનગર) નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા દેશીદારૂનો જથ્થો મોકલનાર દિપક કરશનભાઈ બોચીયા (રહે. જામનગર) તેમજ જથ્થો મંગાવનાર દીપુ ગોહિલ (રહે. દરેડ) વાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી. 


જયારે જામનગર શહેરમાં ધુવાવ નાકે કોળીવાસમાં મેલડી માતાના મંદીર પાછળ આવેલ બાવળની ઝાડીમાંથી બાતમીના આધારે ભગીરથસિંહ સરવૈયાએ અવિનાશ અશ્વિનભાઈ વાઘેલા નામના શખ્સને દેશીદારૂ લીટર 230 કિંમત રૂ. 4600 તથા રોકડ રૂ. 1250 એક નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 500 કુલ મળી રૂ. 6350નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા નામચીન સતીષ ઉર્ફે સતીયો અશોકભાઈ અને સંદીપ અશોકભાઈ નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 

આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલ, પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલાવાડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા,દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ અને ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.