- આરોપીઓએ યુવકના ગોઠણથી નીચે ફેકચર થાય તેમ પગ ભાંગી નાખ્યા બચાવમાં એક યુવક આવતા તેમને પણ છરીના ઘા માર્યા
જામનગર મોર્નિંગ - મીઠાપુર તા.૦૭ : મીઠાપુરના પાડલી ગામની થોડા સમય પહેલા યોજાયેલ સરપંચની ચુંટણીના પ્રચારનું મનદુખ રાખીને પાંચ સખ્સોએ એક યુવક પર લોખંડના પાઈપ અને ધોકા વડે ઘાતકી હુમલો કરાયો છે.
બનાવની પોલીસ દફતરેથી મળતી વિગત મુજબ પાડલી ગામની ચુંટણીમાં ડાડુભા દેવસંગભા સુમણીયા ઉ.વ.૩૫ એ પોતાના પરિવારના સભ્યોની સામે હરીફ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હોય જે વાતનું મન દુખ રાખીને હાલના આરોપી (૧) લાલુભા સાજાભા સુમણીયા (૨) માલાભા સાજાભા સુમણીયા (૩) નથુભા સાજાભા સુમણીયા (૪) રાજેશ માલાભા સુમણીયા રે.-ચારેય રાંગાસર ગામ તા.દ્વારકા તથા (૫) કિશન માણેક રે.-વસઇ ગામ તા.દ્વારકા તથા અન્ય અજાણ્યા બે થી ત્રણ ઇસમોએ ડાડુભા દેવસંગભા સુમણીયા તા.૦૫ના રોજ બપોરે આશરે ૧ વાગ્યાની આસપાસ પોતાના ખેતરે મોટરસાઈકલ લઈને જતા હતા તે દરમિયાન આરોપી નંબર ૧ થી ૫ એ ઘાતકી હથિયારો લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરીને ફરિયાદી ડાડુભાના પગ ગોઠણથી નીચે ફેકચર થાય તેમ ભાંગી નાખ્યા હતા અને મોટર સાઈકલમાં પણ તોડફોડ કરી હતી તેમજ ભરતભા નામનો સખ્સ વચ્ચે બચાવમાં પડતા તેમને પણ છરીના ઘા માર્યા હતા. બનાવને પગલે મીઠાપુર પોલીસએ આઈ.પી.સી. ઇ.પી.કો.કલમ-૩૦૭,૩૨૩,૩૨૪,૩૨૫,૩૨૬,૩૪૨,૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨),૪૨૭ જી.પી.એક્ટ કલમ -૧૩૫(૧) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment