જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં એસટી ડેપો પાસેથી ત્રણ નંગ ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સને જામનગર એલસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં એસટી ડેપોની સામેથી મંગલભાઈ મનસુખભાઇ સોલંકી (રહે. કુબલીયાપરા ઈંટોના ભઠ્ઠા પાસે રાજકોટ) નામના શખ્સને જામનગર એલસીબીના હરદીપભાઈ ધાધલ, ફિરોજભાઈ ખફી અને શિવભદ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે બીલ આધાર વગરના અલગ-અલગ વિવો અને સેમસંગ કંપનીના ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂ . 40000 સાથે ઝડપી લઈ આરોપીને સીટી એ ડીવીઝનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલ, પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment