- માર્ગ અને મકાન વિભાગનો ખંભાળીયા - ભાણવડ રોડ પર વધુ એક બેદરકાર નમુનો :
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૧૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ થી ખંભાળીયાને જોડતા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો રોડ આવેલ છે તે તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવો નક્કોર બન્યો છે.
આ રોડ પર ભાણવડ થી ખંભાળીયા જતા ભાણવડથી ૫ કિમી દુર રૂપામોરા ગામ પાસે રોડ તોડીને નીચેથી અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવામાં આવી હતી. રોડ તોડીને પાઈપ લાઈન નાખ્યાના ૨ મહિનાથી વધારે સમય થયો છે. છતાં પણ તોડેલ જગ્યાએ ડામર નાખીને રોડ રીપેર કરવામાં આવ્યો નથી સામાન્ય રીતે જયારે રોડ તોડવાની મંજુરી આપવામાં આવે ત્યારે જ તેમાં શરત હોય છે કે કામ પૂર્ણ થઇ જાય એટલે તાત્કાલિક ડામર પાથરીને તોડેલ જગ્યા ફરીથી રીપેર કરવી. ત્યારે અહી આવી શરતોનું પાલન થયેલ નથી . આ તૂટેલ રોડને લીધે હજારોની સંખ્યામાં પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
0 Comments
Post a Comment