• જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ૨૦૨૧ના કેશમાં મોટી સફળતા મળી ત્રણ આરોપીને ઢગલાબંધ સીમ,મોબાઇલ અને કોમ્પ્યુટર પણ કબજે લેવાયા
જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૬ : જામનગર પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઇમના પો.ઇન્સ.શ્રી પી.પી.ઝા ને સમાજમાં ઇન્વેસ્મેન્ટ ના બહાને ફ્રોડ કરતી ગેંગને પકડી પાડવા તેમજ સાયબર ક્રાઇમના અનડિટેકટ ગુન્હાઓના આરોપીઓને પકડવા સુચના કરેલ . જેથી સાયબર ક્રાઇમના પો.ઇન્સ.શ્રી નાઓએ સાયબર ક્રાઇમ સ્ટાફ ની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ હતા . જેમાં થોડા સમય પહેલા જામનગર ના એક ફરીયાદીને ઇન્વેસ્ટ કરવાના નામે પૈસા જમા કરાવડાવી જાહેર કરેલ ટકાવારી મુજબ રિટર્ન ના આપી , ફરીયાદીના ઇન્વેસ્ટ કરેલ પૈસા પણ પરત ના આપી કુલ ૯,૧૯,૧૨૫/- ની છેતરપીંડી કર્યા બાબતની ફરીયાદ મળતા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૯/૨૦૨૨ આઇ.પી.સી. કલમ -૪૦૬ , ૪૨૦ , ૧૨૦ બી તથા આઇ.ટી.એકટ કલમ ૬૬ ડી મુજબ તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ ગુન્હો દાખલ થયેલ હતો જે ગુન્હા બાબતે જામનગર સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના પો.કોન્સ કલ્પેશભાઇ હરેશભાઇ મૈયડનાઓએ તપાસ હાથ ધરેલ જેમાં ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ એપ એનાલીસીસ તથા બેન્કીંગ ટ્રાન્ઝેકશનનું સંકલન કરી તેમજ ટેકનીકલ પુરાવા એકત્રીત કરેલ જેમાં આરોપીનું લોકેશન મહારાષ્ટ્રના રાજયના નંદુરબાર જીલ્લાના આવતા હોય તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૭/૨૦૨૧ આઇ.પી.સી. કલમ -૪૨૦ , તથા આઇ ટી.એકટ કલમ ૬૬,૬૬ ડી મુજબનો અનડિટેકટ ગુનો જેમાં હે.કો. કુલદિપસિંહ વિજયસિંહ જાડેજાનાઓ આરોપીઓની શોધમાં હતા જેમાં ફોડ થયેલ રકમ મનીટેઇલ તથા વોલેટ એનાલીસીસ કરેલ જેમાં આરોપીઓના લોકેશન સુરત શહેર ખાતેના આવતા હોય જેથી જામનગર શહેર ડી.વાય.એસ.પી શ્રી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એ.આર.રાવલ સાયબર ક્રાઇમની ટીમ સાથે મહારાષ્ટ્રના રાજયના નંદુરબાર જીલ્લા તેમજ સુરત શહેર ખાતે રૂબરૂ તપાસમાં જઇ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ શકમંદો ને ઝડપી પાડી તમામને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે .

પકડાયેલ આરોપી :

(૧) મોહમ્મદ સઇદ ખાટીક ઉ.વ. - ૨૧ ધંધો - ડ્રાઇવીંગ રહે. ગામ નવાપુર જીનદરબાર રાજય - મહારાષ્ટ્ર 
(૨) ખુશાલભાઇ ધનસુખભાઇ ઇટાલીયા ઉ.વ .૩૧ ધંધો - વેપાર રહે- ગામ - વાળ સુરત 
(૩) હૈવીલભાઇ બળવંતભાઇ પટેલ હૈં.વ. - ૨૯ ધંધો - વેપાર રહે- ગામ ચોર્યાસી સુરત

કબ્જે કરાયેલ મુદામાલ :
 સીમકાર્ડ -૧૦૫ , ATM કાર્ડ -૧૬ , ચેકબુક - ૦૬ , ધની - પેના ફીડમકાર્ડ -૦૨ , કોમ્પ્યુટર - ૦૧ , મોબાઇલ - ૦૧

આ કાર્યવાહી સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી પી.પી.ઝા. પો.સબ.ઇન્સ.શ્રી એ.આર.રાવલ HC ભગીરથસિંહ જાડેજા , કુલદિપસિંહ જાડેજા PC કલ્પેશભાઇ મૈયડ નાઓએ કરેલ છે તેમજ ASI ડી.જે.ભુસા , ASI ચંપાબેન વાઘેલા , ધર્મેશભાઇ વનાણી , રાજેશભાઇ પરમાર , રાહુભાઇ મકવાણા , જેસાભાઇ ડાંગર , રંજનાબેન વાધ , વિકીભાઇ ઝાલા , પુજાબેન ધોળકીયા ગીતાબેન હિરાણી , ચંદ્રિકાબેન ચાવડા , નીલમબેન સીસોદીયા , અલ્કાબેન કરમુર નાઓ મદદમાં રહેલ છે .