જામનગર મોર્નિંગ ફેસબુક પેજમાં સર્વેમાં ભાગ લીધેલ લોકોની કુલ સંખ્યા રીચ ૩ લાખ ૨૭૩


૭ દિવસના સર્વેનું ૩ લાખ ૨૭૩ વાચકો દ્વારા અપાયેલ પરિણામ


જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૧ : ચાલુ વર્ષ ૨૦૨૨ના નવેમ્બર - ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાશે વિધાનસભાની કુલ૧૮૨ સીટ પૈકી જામનગરમાં ૫ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨ સીટ આવેલ છે. જેમાં જામનગરની ત્રણ સીટ ભાજપ પાસે અને ૨ કોંગ્રેસ પાસે છે જયારે દેવભૂમિ દ્વારકાની ૧ સીટ કોંગ્રેસ પાસે અને ૧ ભાજપ પાસે હતી જે ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતા એ હાલ ખાલી પડી છે.

જામનગર મોર્નિંગએ ફેસબુક પેજ અને વેબસાઈટના માધ્યમથી સાતેય ધારાસભ્યોએ ચાલુ કાર્યકાળના પાંચ વર્ષમાં હમાં પૂર્ણ થશે ત્યારે આ સમયમાં પોતાના મત વિસ્તારમાં કેવા કામ કર્યા છે તે અંગે સાતેય ધારાસભ્ય અંગે એક સમાન પ્રશ્ન વાચકો સમક્ષ કર્યા હતા. ૪ જુન થી દરરોજ એક ધારાસભ્ય અંગે પોસ્ટ શરુ કરાઈ હતી જેમાં ૧૦ જુનએ સર્વે પૂર્ણ કરાયો ૭ દિવસ ચાલેલા આ સર્વેમાં કુલ ૩ લાખ ૨૭૩ લોકોએ ભાગ લીધો હતો જે ફેસબુક પેજ ઈન્સાઈટ વ્યુના સ્ક્રીન શોટ પણ અહી મુક્યા છે.

પ્રથમ દિવસે જામનગર શહેરની દક્ષિણ વિધાનસભા સીટના ધારાસભ્ય આર.સી.ફળદુનો સર્વે કરાયો.

૪ જુન ૨૦૨૨ : ના દિવસે આર.સી.ફળદુ જામનગર શહેરની દક્ષિણ વિધાનભા સીટનો સર્વે કરાયો હતો સર્વેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે , આર.સી.ફળદુએ ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં કેવા કામો કર્યા છે. જેમાં જવાબમાં મોટા ભાગના લોકો કામગીરીથી નારાજ હતા અને જવાબ હતો કે આર.સી.ફળદુ પ્રદેશના નેતા છે તે સ્થાનિકે પુરતું ધ્યાન આપતા નથી. ૭૦ % લોકો નારાજ હતા જયારે ૩૦ % તેમના કામથી ખુસ હોવાનું જણાવ્યું હતું. જો કે સર્વેના પ્રથમ દિવસે રિસ્પોન્સ થોડો ઓછો મળ્યો હતો અને ૩૦ હજાર લોકોએ જ પોસ્ટ જોઈ હતી.બીજા દિવસે જામનગર શહેરની ઉતર વિધાનસભા સીટના ધારાસભ્ય હકુભા જાડેજાનો સર્વે કરાયો.

૫ જુન ૨૦૨૨ના દિવસે જામનગર શહેરની ઉતર વિધાનસભા સીટના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ની પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૯૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે સતત લોક સંપર્ક શહેરના વિકાસ, સામાજિક કાર્યો અને હોસ્પિટલ અંગેના તેમના કાર્યો બેમિશાલ હોવાનું જણાવ્યું હતું સાથે જ ૧૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.ત્રીજા દિવસે જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટના ધારાસભ્ય અને વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલનો સર્વે કરાયો.

૬ જુન ૨૦૨૨ના દિવસે જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટના ધારાસભ્ય અને વર્તમાન કૃષિ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ની પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૮૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે લોક સંપર્ક શહેર અને ગ્રામ્યમાં વિકાસ કાર્યો, સામાજિક કાર્યો તેમના કાર્યો સારા હોવાનું જણાવ્યું હતું સાથે જ ૨૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.ચોથા દિવસે કાલાવડ વિધાનસભા સીટના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાનો સર્વે કરાયો.

૭ જુન ૨૦૨૨ના દિવસે જામનગર જીલ્લાની કાલાવડ વિધાનસભા સીટના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાના પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૬૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે લોક સંપર્ક ગ્રામીણ રસ્તાઓ અને સિંચાઈના ઘણા કામ કર્યા છે. સાથે જ ૪૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.પાંચમા દિવસે જામજોધપુર વિધાનસભા સીટના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો સર્વે કરાયો.

૮ જુન ૨૦૨૨ના દિવસે જામનગર જીલ્લાની લાલપુર વિધાનસભા સીટના ધારાસભ્ય ચિરાગ કાલરીયાના પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૫૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે લોક સંપર્ક ગ્રામીણ રસ્તાઓ અને સિંચાઈના ઘણા કામ કર્યા છે. સાથે જ ૫૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.છઠા દિવસે ખંભાળીયા વિધાનસભા સીટના ધારાસભ્ય વિક્રમ માડમનો સર્વે કરાયો.

૯ જુન ૨૦૨૨ના દિવસે દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાળીયા વિધાનસભા સીટના ધારાસભ્ય વિક્રમ માડમની પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૮૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે લોક સંપર્ક રસ્તાઓ અને સિંચાઈના ઘણા કામ કર્યા સાથે જ જામનગર અને ખંભાળીયાની હોસ્પિટલમાં તેમની બેમિશાલ કામગીરી રહી છે. સાથે જ ૨૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.સાતમાં દિવસે દ્વારકા વિધાનસભા સીટના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો સર્વે કરાયો.

૧૦ જુન ૨૦૨૨ના દિવસે દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા વિધાનસભા સીટના ૨૦૧૭માં ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલ અને બાદમાં ગેરલાયક ઠરેલ પબુભા માણેકની પાંચ વર્ષની પોતાના મત વિસ્તારમાં કામગીરી કેવી રહી કેવા કામો કર્યા તે અંગે પ્રશ્ન કરાતા : ૯૦ % લોકો તેમના કામથી ખુશ હતા જેમણે કહ્યું હતું કે સામાજિક સેવા દાન પુણ્ય અને નાના થી લઈને મોટા માણસને જરૂર પડે હાકલ મારો એટલે પબુભા હાજર હોય જે કામ તેમનું બેમિશાલ છે. સાથે જ ૧૦ % લોકોએ ધારાસભ્યના કામથી નારાજ હોવાનું જણાવ્યું હતું.