જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૫ : જામનગર મહાનગર પાલિકા તેમની માળખાગત સુવિધાઓ નગરજનોને પૂરી પાડવામાં બેદરકાર અને બેફીકર બનતી જતી હોય તેવા દર્શ્યો આપણે છાસવારે જોઈએ છીએ. આવી બેદરકારીને કારણે શહેરી જનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે છતાં પણ બેરા કાને અથડાતા અવાજની જેમ પાલિકા બેફીકર થઇ જાય છે ત્યારે ના છૂટકે નાગરિકોએ પાલિકાની જે જવાબદારી છે તે ફરજ તેમણે પોતાના સ્વખર્ચે પૂર્ણ કરવી પડતી હોય છે.

 

જામનગરના બર્ધન ચોક વિસ્તારના સિંધી માર્કેટમાં જાહેર સૌચાલય આવેલ તે સૌચાલયની મુતરડીની દીવાલ ઘણા લાંબા સમયથી તૂટી ગયેલ હતી જે દીવાલ નવી બનાવી આપવા અથવા રીપેર કરી આપવા અનેક વખત વેપારી મંડળએ પાલિકાના સતાધીશો અને અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી જેમાં પાલિકા સમય અને વચન આપતું હતું આપેલા વચનોના સમય ગાળો વીતવા છત્તા પાલિકા કામ કરવામાં સમજતું ના હતું જેથી ના છૂટકે તે મુતરડીની દિવાલનું કામ સ્થાનિક વેપારી મંડળએ સ્વખર્ચે કર્યું છે ત્યારે લોકોમાં પણ નવાઈ લાગે છે કે પાલિકા મૂળભૂત માળખાગત સુવિધા આપવામાં કેમ આટલું બેદરકાર બની રહ્યું છે કે નાગરિકોએ સ્વખર્ચે પોતાના કામો કરવા પડે છે.