- તલાટીઓની હડતાળથી ગ્રામીણ જન સુવિધા પર સીધી માઠી અસર પડશે : સરકારએ તાત્કાલિક ધોરણે સુખદ સમાધાન કરવું જોઈએ
જામનગર મોર્નિંગ – જામનગર (ભરત હુણ) : જામનગર , દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત ગુજરાતના તમામ જીલ્લામાં ફરજ બજાવતા પંચાયત તલાટી આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે આ હડતાળથી ગ્રામીણ કક્ષાએ જન સુવિધાને લગતા કામો જેવા કે આવકના દાખલા જન્મ – મરણ નોંધણી, નોન ક્રીમીલયરના દાખલા જેવા કામોને સીધી અસર પડશે તે સિવાય ગ્રામીણ વિકાસના કામોમાં પણ અવરોધ આવશે.
ગુજરાત પંચાયત તલાટી મંત્રી મહમંડળ દ્વારા ૨૦૧૮થી પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે તેમજ તારીખ ૦૭/૦૯/૨૦૨૧ના રોજ પણ હડતાળનું એલાન કરેલ હતું જેમાં સરકારશ્રીએ ટુંક જ સમયમાં પડતર માંગણીઓનો સુખદ સમાધાન કરવાનું વચન આપતા તે હડતાળ પર જવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને તે બાદ સતત મૌખિક રજુઆતો કરવા છતાં તલાટી મંત્રીણી માંગણીઓ અંગે સરકારએ કોઈ ચર્ચા કે નિરાકરણ નહી લાવતા ગુજરાત પંચાયત તલાટી મંત્રી મહામંડળની તારીખ ૦૯/૦૭/૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતે કારોબારી બેઠક મળેલ હતી અને જેમાં નક્કી થયા મુજબ તારીખ – ૦૨/૦૮/૨૦૨૨થી ગુજરાત ભરના તમામ જીલ્લાના ગામડાઓમાં ફરજ બજાવતા પંચાયત તલાટી કમ મંત્રી પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે હડતાળ પર ઉતરશે અને કોઈ પણ કામગીરી જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તિરંગાને છોડતા કોઈ પણ કામગીરી કરશે નહિ અને દરેક તાલુકા / જીલ્લા કક્ષાએ કામગીરીનો બહિષ્કાર કરીને હડતાળ પર ઉતરશે.
0 Comments
Post a Comment