જામનગર શહેર અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રોડ શોમાં મોટરસાયકલ તેમજ ફોરવીલ વાહનો સાથે  શહેરના માર્ગો પર બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. 

 આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાતમાં  દિન પ્રતિદિન મજબૂત થઈ રહી છે તેવામાં જામનગર આમ આદમી પાર્ટીના સંગઠનમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને બોહડી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો જોડાઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી ના એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરશનભાઈ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગા તથા જામનગર આમ આદમી પાર્ટીના જુદા જુદા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


    આ રોડ શોમાં મોટી સંખ્યામાં મોટરકાર તેમજ મોટરસાયકલ સાથે આમ આમદની પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદાર મિત્રો શહેર ના જુદા જુદા વિસ્તારમાં ફર્યા તેમજ આ રોડ શોની શરૂઆત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ શ્રી સાઈબાબા મંદિરે મહાનુભાવો દર્શન કર્યા બાદ આ રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ આ રેલી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે જેમા જામનગરના ગુલાબ નગર, ખંભાળિયા ગેટ વિસ્તાર પટેલ સમાજ વિસ્તાર થઈ અને યાદવનગર રીંગરોડ ભગવતી પાર્ટી પાસે સંપન્ન કરવામાં આવશે તેઓ જામનગર જિલ્લા/શહેર મીડીયા સેલ ઇન્ચાર્જ નિલેશ ખાખરીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.