જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં રણજીતસાગર રોડ પરથી એલસીબીએ રહેણાંક મકાનમાંથી દરોડો કરી એક શખ્સને ઈંગ્લિશ દારૂની 21 બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રણજીતસાગર રોડ પર જડેશ્વરપાર્ક શેરી નંબર 2 માં રહેતો કાન્તી મનહરલાલ માધવાણીના રહેણાંક મકાનમાંથી દરોડો કરી રૂ. 8400ની રકમની 21 બોટલ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.