બતડિયા, ગાગા, રણજીતપુર, ગુરગઢ, મહાદેવીયા, પિંડારા, રાણ, મેવાસા, વિરપુર, મોટા આસોટા, હાબરડી, જુવાનપુર, લીંબડી, નંદાણા ગામે લોકસંપર્ક યોજાયો

જામનગર મોર્નિંગ - જામનગર


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 82- દ્વારકા વિધાનસભાના બહોળી લોકચાહના ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા દ્વારા તેમના વિસ્તારના વિવિધ ગ્રામ્યોમાં લોકસંપર્ક કરી પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે.

મુળુભાઈ કંડોરીયાએ કોંગ્રેસના આગેવાનો તથા અનેક સમાજના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ ગ્રામ્ય બતડિયા, ગાગા, રણજીતપુર, ગુરગઢ, મહાદેવીયા, પિંડારા, રાણ, મેવાસા, વિરપુર, મોટા આસોટા, હાબરડી, જુવાનપુર, લીંબડી, નંદાણા વિસ્તારમાં કોંગ્રેસના શાસનમાં દેશમાં થયેલા વિકાસ કામો સાથે કોંગ્રેસનું કામ બોલે છે સુત્રની વિગતો વર્ણવી હતી.

જ્યારે ભાજપના શાસનમાં ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે ત્યારે ભાજપને જાકારો આપી રાજ્યમાં સતા પરિવર્તન કરી કોંગ્રેસને સતા સોંપવા અપીલ કરી હતી.

ગેસના બાટલાના રૂ. 1100, પેટ્રોલ ડીઝલની ડબલ કિમંત, શિક્ષણ અને સારવારમાં પ્રાઈવેટ મહત્વ, બેરોજગારી થી પીડાતા યુવાનો, વેપાર-ધંધામાં મુશ્કેલીના કારણે ગુજરાતની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, અને આ ચૂંટણીમાં લોકોનો આક્રોશ તેમના મતની તાકાતથી સતા પર રહેલી ભાજપ સરકારને 27 વર્ષના શાસન બાદ હવે આરામ દેવાનો સમય આવી ગયો છે અને કોઈપણ જાતની લાલચ કે વાતોમાં આવી મતદાન ના કરવું અને ગુજરાતની જનતાની તકલીફો ધ્યાનમાં રાખી મતદાન કરી કોંગ્રેસને શાસનમાં લાવવા સમજાવવામાં આવ્યા હતા.

સેવા પરમો ધર્મને પોતાનું કર્તવ્ય માની દ્વારકા કલ્યાણપુરના પ્રવાસે નીકળેલા આપણા પોતાના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા ગામે-ગામ જઈને પરિવર્તન યાત્રાને મજબુત કરી રહ્યા છે ત્યારે મારુ ભારત ગામડામાં વસે એ કહેવત યર્થાથ થતી જણાય છે. મુળુભાઈને ગામડાઓમાં પ્રેમ લાગણી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ભાઈઓ અને ગરીબોને  હવે સાચા અર્થમાં વાચા મળી રહી છે. છેવાળાના માનવી સુધી મુળુભાઈ પહોંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને મુળુભાઈનો જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીમાં દ્વારકામાં પરિવર્તન નિશ્ચિત જોવા મળી રહ્યું છે. આ જોતાં એવું લાગી રહ્યું છે દ્વારકા નવનિર્માણનો સંકલ્પ બહુ જલ્દી સાકાર થતાં જોવા મળી રહ્યો છે આપણે પણ આ નવનિર્માણના ભાગીદાર થઈએ અને લોકશાહીના તહેવારને ઉજવીએ અને દ્વારકા નવનિર્માણનો સંકલ્પ લઈએ.