જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓએ તેને વધારે રસપ્રદ બનાવી દીધો છે. બંને નેતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાંથી આવે છે. એત તરફ છે પત્ની રિવાબા જાડેજા તો બીજી તરફ છે બહેન નયનાબા જાડેજા હવે જોવું એ રહ્યું કે કોણ બાજી મારશે.

જામનગરની ઉત્તર સીટ પર ભાજપએ હકુભાને કાપી રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપી છે તો હવે બીજી તરફ કોંગ્રેસી નયનાબા એટલે કે તેની નણંદ તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. તેના સ્ટેટમેન્ટથી સાફ થઈ ગયું છે કે નણંદ-ભાભી રાજનીતિના આ ખેલમાં એકબીજાની આમને સામને છે.

આ સીટ પરથી નયનાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પરંતુ કોંગ્રેસે બીપેન્દ્રસિંહ જાડેજાને ઉતાર્યા છે. જોકે મુકાબલો હજુ પણ દિલચસ્પ એટલા માટે છે કારણ કે નણંદ જ અહીં ભાભીનો ઘણો વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોર-શોરથી પ્રચાર પણ કરી રહી છે. નયના જાડેજાનું કહેવું છે કે તેની ભાભી રિવાબાને જવાબદારી આપી ભાજપે ભૂલ કરી છે, રિવાબા સેલિબ્રિટી હોઈ શકે છે પરંતુ તેને રાજકારણનો અનુભવ નથી, આથી ભાજપની હાર નક્કી છે.


રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની વાત કરીએ તો તેને ભાજપ સાથે જોડાયાને વધારે સમય થયો નથી. ત્રણ વર્ષ પહેલા જ તેણે ભાજપમાં એન્ટ્રી લીધી હતી. જોકે આ પહેલા તે સામજિક ગતિવિધિઓ સાથે જોડાયેલી રહી હતી. સાથે જ તે કરણી સેનામાં પણ રહી ચૂકી છે. ભાજપમાં સામેલ થયા પછીથી જ રિવાબા ઘણી એક્ટિવ રહેવા લાગ્યા હતા. આ જ કારણ છે કે માત્ર ત્રણ વર્ષોમાં તેને ભાજપની જામનગર ઉત્તરની ટિકિટ આપવામાં આવી છે. તે ભાજપના એક સક્રિય કાર્યકર્તા છે. રિવાબા જાડેજાની વાત કરીએ તો તે મૂળ રૂપથી રાજકોટની રહેવાસી છે. તેના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. રિવાબાએ રાજકોટની આત્મીયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી મેકનિકલ એન્જિન્યરીંગ કર્યું છે.

રિવાબાને ટિકિટ મળતા જ નણંદ નયનાબા તેનો જાહેરમાં વિરોધ કરતા જોવા મળ્યા હતા. તે પોતાની ભાભી વિરુદ્ધ ઉભેલા બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં વોટ માંગી રહી છે. નયનાબાને પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયાને સમય થયો નથી. રિવાબાના ભાજપમાં સામેલ થવાના થોડા સમય પછી જ નયનાબાએ કોંગ્રેસ સાથે પોતાનો નાતો જોડ્યો હતો. કોંગ્રેસ સાથે જોડાયા પછીથી જ તેની અહીંના લોકોમાં લોકપ્રિયાતા સારી વધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જ કારણ પણ બતાવવામાં આવી રહ્યું છે કે તેને આટલા ઓછા સમયમાં જામનગર કોંગ્રેસ મહિલા મોરચાની અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવ્યા છે.