20 નંગ બેટરી તેમજ બે નંગ ટુ વ્હીલ સહિત 90 હજારનો મુદામાલ કબ્જે જા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં ચોરીની અલગ અલગ કંપનીની 20 નંગ બેટરી તેમજ બે નંગ મોટરસાયકલ સહિત રૂ. 90,000 ના મુદામાલ સાથે ત્રણ શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ ગેરેજમાં રાખેલ અલગ અલગ કંપનીની 20 બેટરીઓ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કલ્પેશભાઈ અઘારાને બાતમી મળતા ઈલ્ફાન ઉર્ફે ઈરફાન યુસુફ શેખ (રહે. નવીવાસ ખાદીભંડાર) , ઈનાયત નજીર તાયાણી (રહે. ગુલાબનગર) અને અસગર હુસેન સુધાગુનીયા (રહે. ગુલાબનગર) નામના ત્રણ શખ્સને ચોરીમાં ગયેલ 20 બેટરી કિંમત રૂ. 30,600 અને એક મોટરસાયકલ તેમજ એક્ટિવા મળી રૂ. 90,600નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફના પ્રધ્યુમનસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, ક્રિપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદીપસિંહ રાણા, બળભદ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, વનરાજભાઈ ખવડ અને વિપુલભાઈ ગઢવીએ કરી હતી.