જામનગર મોર્નિંગ - જામનગર 


જામજોધપુર અને ગોંડલ તાલુકાના માર મારી લૂંટ ચલાવી ગુનામાં નાસતા ફરતા શખ્સને જામનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે મધ્યપ્રદેશથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના ગુનામાં આઠ વર્ષ પહેલા સાતેક જેટલા ધાડપાડુઓએ સાથે મળી જામજોધપુરના પરડવા ગામની વાડી વિસ્તારમાંથી લાકડાના ધોકા વડે ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડી ઘરમાંથી સોનાના ઘરેણા લુંટી ધાડ પાડી અને ગોંડલ તાલુકામાં એજ મોડસ ઓપરેન્ડીથી કરેલ ગુનામાં નાસતો ફરતો પુનમસિંહ બુસાભાઈ પણદા નામના શખ્સને જામનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે મધ્યપ્રદેશના માછલીયા ઘાટેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે સોંપી આપ્યો હતો.

આ કાર્યવાહી પીએસઆઈ એલ.જે. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઈ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.