પ્રચાર દરમ્યાન બહોળી સંખ્યામાં લોકો આપમાં જોડાયા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર 78 (ઉત્તર) વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે પ્રજા તરફથી જોરદાર પ્રેમ મળી રહ્યો છે.

કરશનભાઈ પ્રજા માટે એક લોકપ્રિય ચહેરો છે અને તેના સેવાના કર્મોની ચર્ચા તો આખા જામનગરમાં છે, અને જ્યારે કોરોનાની મહામારીથી પ્રજા ત્રસ્ત હતી ત્યારે કરશનભાઈ પ્રજા સાથે ખડેપગે એક ભાઈ, દીકરાની જેમ ઊભા રહ્યા અને અનેક વિસ્તારોમાં 15000 માસ્કનું વિતરણ કર્યું હતું અને જ્યારે કાળાબજારીઓ કોરોનાની મહામારી નો લાભ ઉઠાવી ઓક્સી મીટર 1500ની કિમંતમાં મળતા હતા ત્યારે કરશન ભાઈએ 500 રૂપિયાની કિમંતમાં પ્રજાને અપાવ્યા હતા.

કરશનભાઈ જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે તેમજ પ્રચાર દરમ્યાન જ્યારે રંગમતી આવાસમાં હતા ત્યારે બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને કરશનભાઈને જીતનો વિશ્વાસ અપાવ્યો.

તેમજ એક એક માણસોને મળી, રેલી, સમ્મેલનો, ખાટલા બેઠકો, મિટિંગો કરી લાખોની સંખ્યામાં મતદારોને મળ્યા છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીની કામ કરવાની પદ્ધતિથી લોકોને વાકેફ કરી રહ્યા છે, તેમજ આમ આદમી પાર્ટી ક્યારેય ખોટા વચનો નથી આપતી પણ કામ કરવાની ગેરંટી આપે છે.