ફિશીંગ બોટ મશીન અને પેટ્રોલ ચોરીના બનાવ બાદ કલ્યાણપુર પોલીસની કાર્યવાહી

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે કરાતી માછીમારી સંદર્ભે સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, આ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન અફસાના નામની ફિશીંગ બોટના જરૂરી કાગળો તાપસતા બોટના માલિક ઈસ્માઈલ જુસબ કાસુ ઈસબાણી નામના શખ્સ દ્વારા આ બોટ પર માં કી દુઆ નામનું ખોટું બોર્ડ લગાવી ખોટા નામની બોટથી ઠગાઈ કરી માછીમારી કરવા માટે જતો હોય અને ઓનલાઈન ટોકન નહીં મેળવીને આશરે છેલ્લા બે મહિનાથી બોટ મારફતે માછીમારી કરતો હોવાનું ખુલ્યું હતું.

આ જ રીતના નાવદ્રા ગામના કરીમ સુલેમાન જાકુ પટેલિયા નામના શખ્સ દ્વારા જૂની બોટ પર અલગ અલગ નામના ખોટા બોર્ડ લગાવી અને બે વર્ષથી માછીમારી કરતો હોવાનું ખુલ્યું હતું. બંને આસામીઓ સામે પોલીસે આઇપીસી કલમ 465, 468, 471 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વટહુકમ 2020ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉપરાંત અન્ય કાર્યવાહીમાં નાવદ્રા વિસ્તારના બોટ સંચાલકો દ્વારા તેઓને બોટના ટોકન લીધા વગર માછીમારી કરવા જતા કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં શરીફ ગફુર ઈસબાની, આમીન જુસબ ઈસબાની, મુસ્તાક આમદ પટેલીયા, ઈકબાલ મુસા પટેલીયા, સબીર અબ્દુલ પટેલીયા, અબ્દુલ ડાડા પટેલીયા, ગફાર હાજી મુસા પટેલીયા, હાસમ હારૂન ભેસલીયા, હનીફ અલારખા પટેલીયા, સલીમ અલારખા પટેલીયા, વસીમ મુસા પટેલીયા, કાસમ મુસા પટેલીયા, જુસબ કાસમ ઈસબાની, યુનુસ અબ્દુલા પટેલીયા, આમદ જુસબ ઈસબાની, અકબર મુસા પટેલીયા, રજાક મુસા પટેલીયા, આમદ કાદર પટેલીયા, જાની કાસમ પટેલીયા, અલ્લારખા ગફુર પટેલીયા, હનીફ કાસમ પટેલીયા, ગફુર હુસેન પટેલીયા અને સલીમ દાઉદ પટેલીયા નામના અન્ય be ડઝન જેટલા આસામીઓ સામે પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત આસામીઓએ લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વટહુકમ 2020 ની કલમ મુજબ 25 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.