જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાંથી બાવીસ દિવસ પહેલા ગુલાબનગર વિસ્તારમાં આવેલ રવિપાર્ક માંથી ચોરી કરેલ બાઇક સાથે એક શખ્સને વિરલબાગ પાસેથી સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્કવોડએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ વિરલબાગ પાસેથી સીટી બી ડીવીઝનના સંજયભાઈ પરમાર અને વનરાજભાઈ ખવડ અને પ્રદીપસિંહ રાણાએ બાતમીના આધારે સાહિલ મહમદકાસમ બુખારી નામના શખ્સને જીજે 10 સીપી 1666 નંબરની ચોરાઉ ગાડી સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા બાવીસ દિવસ પહેલા ગુલાબનગર, રિલાયન્સ પેટ્રોલ પંપના ઢાળિયા રવિ પાર્કમાં ગુરુકૃપા પાનની બાજુમાં એક મકાન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા મુદામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, પ્રધ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, પ્રદીપસિંહ રાણા, બળભદ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા વિપુલભાઈ ગઢવીએ કરી હતી.