જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૮ : મુળુભાઈ બેરા અને ભાણવડ એક બીજાના પોતીકા પર્યાય છે. મુળુભાઈ બેરાએ ૧૯૯૫થી લઈને ૨૦૧૨ નાની ઉમરથી લઈને પરિપક્વતા સુધી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી છે. ૧૯૯૫થી જયારે ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારે ગુજરાતમાં માળખાગત સુવિધા, વીજળી , રોડ રસ્તા , શાળાઓ સહીત જેમણું જોવો તેમણું બધું જ ખૂટતું હોય એવો સમય હતો. જે વાતો વાગોળતા ક્યારેક મુળુભાઈ કહે છે કે, " ૧૯૯૫ પહેલાનો સમય એવો હતો કે નવી શાળા તો ઠીક પણ નવો એક ઓરડો બનાવવા માટે પણ પગના ચપ્પલ ઘસાઈ જતા છતાં કામ ના થતું ખેડૂતો પોતાની વીજળી જોડાણ મેળવવા અરજી કરે તો જવાબ મળતો કે તમારો વિસ્તાર ડાર્ક ઝોનમાં આવે છે એટલે તમારી જમીનમાં પાણીનો સ્ત્રોત નથી તેવું માનીને તમને વીજ જોડાણ આપી શકાય નહી " આવા સમય બાદ મુળુભાઈ બેરા ૧૯૯૫માં ધારાસભ્ય તરીકે લગભગ ૨૫ વર્ષની ઉમરે ચુંટાઈને આવ્યા અને સીધા જ કેબીનેટ મંત્રી બન્યા એ પછી નો સમય અને કામ આપણે સહુ એ જોયા છે. જે ભાણવડની ખેતીવાડીમાં પાણી નથી ડાર્ક ઝોનમાં આવતું તે ભાણવડને ચારે બાજુ મોટા ડેમો - તળાવો થી મઢીને જમીન પાણીદાર મોટા ભાગના વિસ્તારોમાં ત્રણેય મોસમ લઇ શકાય તેવી બનાવી દીધી છે. રોડ-રસ્તા , શાળાઓ, માળખાગત સુવિધાઓમાં ટોચ સુધી પહોચાડ્યું હતું એટલે જ કહે છે કે મુળુભાઈના કામ બોલે છે.ખંભાળીયા - ભાણવડ વિધાનસભા ચુંટણીના આજે પરિણામ આવતા મુળુભાઈ બેરા ની ૧૮ હજાર + લીડથી જીત થઇ છે. મુળુભાઈ ૨૦૧૨ થી ૨૦૨૨ સુધી દશ વર્ષ બાદ ફરી અહીના ધારાસભ્ય બન્યા અને મંત્રી બનવાનું પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં પોતાના વિઝન મુજબ અધૂરા રહેલા કામો ફરીથી એજ ગતિથી વેગ પકડશે. ૧૯૯૫માં મુળુભાઈ મંત્રી બનતા ભાણવડમાં જે ખુશી હતી તે આજે ફરી દેખાઈ છે સમય બદલાયો પણ વાયરો એ જ વાતો હોય એવું દેખાઈ છે. ભાણવડ અને મુળુભાઈ એક બીજાના પર્યાય અને પોતીકા હોય એવું લાગે છે.