જામનગર મોર્નિંગ - રાજકોટ (પ્રતિનિધિ, ધાર્મિક મોદી દ્વારા)

લોક સાહિત્યકાર દેવાયત ખવડ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ભૂગર્ભમાં રહ્યાં બાદ પોલીસના શરણે થઇ ગયો છે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.બીજી બાજુ હુમલામાં મદદ કરનારા બીજો શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે. દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવ પક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો દાવો કરીને તેનો બચાવ કર્યો છે.

બચાવ પક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિગત દુશ્મનીનો મામલો છે, પોલીસે કલમ 307 હેઠળ આ એફઆરઆઈ કરી છે. આ એફઆરઆઈ સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે સીસીટીવી ફૂટેજને આધારે એફઆરઆઈ કરવામાં આવી છે તે સીસીટીવીમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇ વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે હુમલો કરી રહ્યો છે, તેને પગથી મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા થઇ નથી, જેથી 307ની કલમનો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.